ઠંડીની અસર ભગવાનને પણ થઇ, જગન્નાથજીને ધારણ કરાવાયા ગરમ કપડા
રાજ્યભરમાં હાથ થિજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો ઠંડી વધતા હવે મંદિરોમાં પણ ભગવાનને ગરમ કપડા પહેરાવવામાં આવે છે. જેથી ભગવાનને ઠંડી ન લાગે. ત્યારે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનને ધાબળો, સ્વેટર, ગરમ ટોપી પહેરાવવામાં આવ્યા હતા. સાથે જ તેમની બાજુમાં ચાંદીની સગડીથી તાપણું પણ કરવામાં આવ્યું. મહત્વનું છે જેણે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. જે સૌના કર્તા ધર્તા છે. તેમને ગરમી કે ઠંડીનો કોઈ સવાલ નથી. પરંતુ સંવેદનશીલ લોકો ભગવાનને પણ ઠંડી લાગતી હોય તે ભાવથી અને શ્રદ્ધાથી સેવા ચાકરી કરી રહ્યા છે.