સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે.