મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક ટળી
શિવસેના (Shivsena)ને સમર્થન આપવાના મુદ્દે કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ આજે શરદ પવારને મળવા માટે મુંબઈની મુલાકાતે આવવાના હતાં પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા માણિકરાવ ઠાકરેએ આપેલા નિવેદન બાદ શરદ પવારના પુત્રી અને એનસીપી નેતા સુપ્રિયા સૂલેએ નારાજગી વ્યક્ત કરી. તેમણે તો આ નિવેદનો પર એ પણ કહી દીધુ કે હું માણિકરાવ ઠાકરેને જાણતી નથી. કોંગ્રેસ પાર્ટીના સમર્થન માટે અમે સીધા પાર્ટી હાઈ કમાન્ડ સાથે વાત કરીશું. આમ હવે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પણ મતભેદ ઉભરતા જોવા મળી રહ્યાં છે.