દલિત વરરાજાને ઘોડી પર નહીં બેસવાની ઘટનાઓને જડબાતોડ જવાબ આપવા માટે ધોરાજી અનુસુચિત જાતિ સમૂહલગ્નમાં એક સાથે 11 વરરાજાને ઘોડી પર બેસાડી વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માર્ગો પર વરઘોડો નીકળશે. ધોરાજી અનુસૂચિત જાતિ સમાજના સહયોગથી રાષ્ટ્રિય દલિત મહાસંઘ દ્વારા આયોજીત દ્વિતીય સમૂહ લગ્ન-2019માં એક સાથે 11 વરરાજાને ઘોડી પર બેસાડીને શહેરના મુખ્ય ગેલેક્સી ચોકથી વરઘોડો કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.