વડુમાં જૈમીન શાહની સ્વરા લેબોરેટરી (Swara laboratory)ના બોગસ રિપોર્ટના કૌભાંડની તપાસમાં ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના ટયૂટર ડો. સુનિલ સુર્વેનું નામ ખુલ્યું છે. ડો. સુનિલ સુર્વેની સહી કરેલા રિપોર્ટના ઘટસ્ફોટ થયાં બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.