વડાપ્રધાન મોદીની મન કી બાત બાદ હવે CM વિજય રૂપાણીનો મનની મોકળાશ કાર્યક્રમ...
પ્રધાનમંત્રીની મન કી બાતની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી પી.એમની ‘મન કી બાત’ થતી હતી ત્યારે હવે તો ગુજરાતના સીએમ વિજય રૂપાણીની ‘મન ની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે. આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત થશે. સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી યોજાશે. 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીની મન કી બાતની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી પી.એમની ‘મન કી બાત’ થતી હતી ત્યારે હવે તો ગુજરાતના સીએમ વિજય રૂપાણીની ‘મન ની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે.
આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત થશે. સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી યોજાશે. 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને અનુલક્ષીને મહાત્મા મંદિર ખાતે ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.