મધર ડેના દિવસે યુવાને કેમ કરી ઈચ્છામૃત્યુની માંગ
અમદાવાદના યુવાને મધર ડેની પૂર્વે અસાધ્ય રોગથી કંટાળી તંત્ર પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. મોટરન્યુરો ડીસીઝ નામના રોગથી પીડાતા અમદાવાદના ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં રહેતા 50 વર્ષના રવિ નાગરે વડાપ્રધાન સહિત તંત્રના ઉચ્ચ હોદ્દેદારો સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો અને તે અંગેની મજુંરી માંગી છે. ઉલ્લેખનીય છે કે રવિ નાગરના પરિવારમાં તેની વૃદ્ધ 88 વર્ષની માતા રોજિંદી ક્રિયાઓ કરાવીને માની મમતા સાથે તેનું સતત ધ્યાન રાખીને તેની સારસંભાળ લે છે. અસંખ્ય વાર તબીબો અને અનેક હોસ્પિટલોમાં આ અંગેની તપાસ કરાવી ચુકેલા અને તે રોગનું કોઈ નિદાન ના થઈ શકતા મેડિકલ સાયન્સ માટે પડકારજનક કહી શકાય તેવા રોગથી હારી જઈને રવિ એ તંત્ર સમક્ષ આ અંગેની પરવાનગી માંગી છે.