રાજ્યભરમાં ડેન્ગ્યુ (Dengue)નો કહેર યથાવત છે. ગુજરાત (Gujarat)માં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે જેટ સ્પીડે વધી રહી છે. તેને કાબૂ કરવું પણ હાલ તંત્ર માટે એક ચેલેન્જ સમાન બની રહ્યું છે. જેમાં હવે લોકોની સાથે તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો (Doctors) પોતે જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા અમદાવાદની જુદી જુદી મેડિકલ કોલેજો (Medical College) ના આશરે 100 જેટલા રેસિડેન્ટ ડોકટરો બીમાર થયા છે.