મેદાનમાં નેતાજી: જાણો થરાદના ઉમેદવારો જનતાને મનાવવા પાડી રહ્યા છે પરસેવો...
થરાદના ધારસભ્ય પરબત પટેલ 2019ની લોકસભાની ચૂંટણીમાં વિજય થઈ સાંસદ બનતા તેમને ધારસભ્ય પદેથી રાજીનામું આપી દેતા થરાદની બેઠક ખાલી થતાં તે બેઠક ઉપર 21 ઓક્ટોમ્બરે ચૂંટણી યોજાવવાની છે ત્યારે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ મંડાયો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યા છે ભાજપે જીવરાજ પટેલને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે ત્યારે થરાદના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પોતાના વિસ્તારના મતદાતાઓ પાસે જઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો તેમના દાદા હેમુભા વાઘેલા થરાદના 4 વખત ધારસભ્ય રહી ચૂક્યા છે અને તેમની થરાદમાં ખુબજ લોક ચાહના હતી,તેથી ગુલાબસિંહ રાજપૂતન રાજકીય પરિવાર માંથી આવે છે અને રાજનીતિ તેમના ખૂનમાં છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કોલેજકાળ દરમિયાન NSUIમાં જોડાઈને વિધાર્થીઓ માટે અનેક કામો તેમજ આંદોલનો કર્યા છે અને હાલ તેવો ગુજરાતના યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને તેવો સક્રિય રાજકારણમાં છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે ત્યારે તેવો કહી રહ્યા છે આ વિસ્તારમાં ભાજપે કોઈ જ વિકાસ કર્યો નથી ખેડૂતો અને લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહયા છે ત્યારે તેવો જીતીને પોતાના દાદાના પગલે લોકોની સેવા કરે છે .અને મતદાતાઓ તેમની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને પોતાની જીત થશે તેવા દાવા કરી રહ્યા છે ત્યારે અમારી ટીમે કોંગ્રેસનાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને તેમના પરિવાર તેમજ મતદાતાઓ સાથે વાત કરીને થરાદ વિધાનસભાની સીટનો માહોલ જાણવાની કોશિશ કરી..