સમગ્ર રાજ્યમાં છેલ્લા આઠ દિવસથી મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે મહેસુલ વિભાગના કામો નથી થઈ રહ્યા. ત્યારે ગાંધીનગરમાં મહેસુલ કર્મચારીઓની હડતાળને લઇને થોડીવારમાં બેઠક મળશે.