ખેરાલુ નજીક જીપ અકસ્માતમાં વધુ એક મોત, આંકડો 6 એ પહોંચ્યો
મહેસાણા નજીક ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર ગત મોડીરાત્રે જીપડાલાનો ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. મજૂરો ભરેલ જીપ ચાલકને ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જીપમાં નાના મોટા મળીને 20થી વધુ લોકો હોવાનું અનુમાન હતું. 12 જેટલા ઇજાગ્રસ્તોને ખેરાલુ અને વડનગર સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે. ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.