મહેસાણા દૂધ સાગર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. મહેસાણાના પશુપાલકોને દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 25નો વધારો કરાયો છે. પહેલા દૂધ સાગર ડેરી 600 રૂપિયા કિલો ફેટે આપતી હતી. હવે રૂપિયા 25 ના વધારા સાથે કિલોફેટે 625 પશુપાલકોને અપાશે. પહેલી જાન્યુઆરીથી આ ભાવ લાગુ કરવામાં આવશે. આ અંગે ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં નિર્ણય લેવાયો હતો. જો કે દૂધસાગર ડેરીએ ભલે 25 રૂપિયાનો કિલો ફેટે વધારો કર્યો હોય આમ છતા દૂધ સાગર ડેરીના ભાવ ગુજરાતની અન્ય તમામ ડેરીની તુલનામાં સરેરાશ રૂપિયા 100 જેટલા કિલોફેટે ઓછા છે.