સૌરાષ્ટ્રની ભાદર નદીમાં ખનીજ ચોરો બન્યા બેફામ, સરકારની મીલી ભગત
રાજકોટ જિલ્લાના ધોરાજી - ઉપલેટા પંથકમાં ધોરાજી ના ભુખી ગામ પાસે આવેલ ભાદર-૨ નદી પર ખનીજ માફિયાઓ એ ખુલ્લેઆમ કોઈ પણ તંત્રના ડર કે ભય વગર ગેરકાયદેસર રીતે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે. જેમાં જેસીબી, હિટાચી અને લોડર વડે ડમ્પરો અને ટ્રેક્ટરો ગેરકાયદેસર રીતે રેતીના ભરવામાં આવે છે. વર્ષે દહાડે લાખો રૂપિયાનું ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવે છે. હાઇવે પરથી પસાર થતા લોકોને ખ્યાલ હોય છે તો તંત્રને જાણ ન હોય એવું શક્ય નથી. આ રેતી ચોરીમાં તંત્રની મીલીભગત હોય એવી લોકોમાં શંકા સેવાઈ રહી છે.