સતીષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચિંગ પેડ-2 પર ચંદ્રયાન-2ને લઈ જવાની તૈયારી અંતિમ ચરણમાં છે. તેનું રિહર્સલ થઈ ગયું છે. જીએસએલવી માર્ક-3 રોકેટમાં ઇંધણ ભરાઈ ગયું છે. આ રોકેટના સૌથી ઉપરના હિસ્સામાં ચંદ્રયાન-2 રખાયું છે. 14-15 જુલાઈની રાત્રે 2.51 વાગે તે નીકળશે. 6-7 સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે ત્યારે ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે.