VIDEO: ઓછી ભીડ જોઈને ભાજપના ધારાસભ્ય TDO પર અકળાયા, હું સરકારને જવાબ આપી દઈશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 નવેમ્બરના રોજ ઝારખંડના ખૂંટીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા ગામડે-ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે પણ સાવરકુંડલા-લિલિયાના ધારાસભ્યએ લિલિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અધિકારીઓનો ઉધડો લઈ લીધો. જેનો વીડિયો સામે આવ્યો છે.
gujrat MLA Mahesh Kashwala : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 નવેમ્બરના રોજ ઝારખંડના ખૂંટીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા ગામડે-ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે પણ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યએ લિલિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અધિકારીઓનો ઉધડો લઈ લીધો. જેનો વીડિયો સામે આવ્યો છે. આ બેઠકમાં સમાન્ય લોકો કરતા સરકારી લોકો વધારે હતા. લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સાવરકુંડલા લિલીયાના ધાારસભ્ય મહેશ કસવાલા પણ હાજર હતા. પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા કસવાલાએ કાર્યક્રમમાં કેટલા આમંત્રિતો ઉપસ્થિત છે તેમને હાથ ઉંચો કરવા જણાવ્યું ત્યારે ખબર પડી કે સરકારી કર્મચારીઓ, આશાવર્કર અને આંગણવાડી બહેનો તથા આરોગ્ય કર્મચારીઓને બાદ કરતા માંડ 8 થી 10 લોકો ઉપસ્થિત હતા.