એમએલે કાર્ડ કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ સુરતના કતારગામ વિધાનસભા મતવિસ્તારમા પહોંચી હતી. જ્યા અમારી ટીમે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યુ હતુ કે પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો તમામનુ નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેઓની એક ઇચ્છા છે કે ગુનાખોરી રોકવા માટે આખા વિસ્તારમા સીસીટીવી કેમેરા લગાવવામા આવે. તેઓની ગ્રાન્ટ પૈકી 40 લાખ જેટલી રકમ તેઓએ સીસીટીવીમા ફાળવી છે. આ ઉપરાત તેઓને રોજેરોજ 50 થી વધુ લોકો સમસ્યા અથવા મદદ માટે આવતા હોય છે. પોતાનો આખો પગાર તેઓએ લોકોની મદદ માટે વાપરી નાંખતા હોય છે.