રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો હતો. અમદાવાદ ઝડતી સ્કોડ દ્વારા જેલની મુલાકાત લેતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલના દવાખાના વિભાગમાં આવેલ ડોક્ટરના ઓ.પી.ડી રૂમમાંથી ચાલુ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સમગ્ર મામલે અજાણ્યા કેદી વિરુધ્ધ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.