ગુજરાત રાજ્યમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ સ્ટેટ વેધર વોચ ગ્રુપની મિટીંગમાં થયેલી ચર્ચા થઇ હતી. જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.