મોરબી: બહેનોએ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખી પાક વિમા વળતરની કરી માંગ
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે દોઢ સો ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે જેથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે આમ છતાં પણ વહીવટીતંત્ર અને વીમા કંપની દ્વારા ખેડૂતોને વિમાની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યા છે જેથી માળીયા તાલુકાના વીરવિદરકા ગામની બહેનો તેમજ ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનને પત્ર લખીને તેઓને સતત ત્રીજા વર્ષે ખેતીમાં નુકશાન થયુ હોવાથી ૧૦૦ ટકા પાક વિમો દેવાની માંગ કરવામાં આવી છે.