મોરબી નજીક આવેલા શકત શનાળા ગામના કુવાના કાંઠે બેડા મુકીને પાણી ભરતી મહિલાઓને જોઈને તો એવુ જ લાગશે કે આ ગામમાં હજુ સુધી નર્મદાના પાણી નથી પહોંચ્યા, પણ ખરેખર લોકોમાં માન્યતા છે કે શક્તિ માતાજીના મંદિરમાં આવેલા કુવામાંનું પાણી પીવાથી કોઈપણ પ્રકારના રોગ થતાં નથી