આજે રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવા માટે ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સ ગ્રુપ A, B અને ગ્રુપ ABમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુજસેટની પરીક્ષા આપશે. આવતી કાલે રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.