કેવડિયા ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્ક્લેવની શરૂઆત થઇ ચૂકી છે. આ કોન્કલેવમાં દેશભરથી વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. અસમના મુખ્યમંત્રી સરબાનંદ સોનેવાલ કેવડિયા પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યાં હતા. તો અન્ય સમાચારમાં જુઓ, કોરોના વાયરસના કારણે 300થી વધુ ભારતીયો ઈરાનમાં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો મોટા ભાગના તમિલનાડુ અને ગુજરાતના છે. વલસાડના લોકો ફસાયેલા હોવાથી હાલ ઉમરગામ તાલુકાના માછીમાર પરિવારોમાં હાલે ચિંતાનો માહોલ છવાયો છે. ફસાયેલા લોકોના પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પોતાના પરિજનને હેમખેમ માદરે વતન લાવવા માગ કરી છે. ઉમરગામમાં દરિયાઈ પટ્ટીના ગામોમાં વસતા માછીમાર સમાજના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમના પરિજનો હાલ વોટ્સએપથી ઈરાનમાં તેમના સગા સંબંધીઓ સાથે સંપર્કમાં તો છે પરંતુ ઈરાનમાં ફસાયેલા તેમના સ્વજનની વિકટ પરિસ્થિતિના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.