પેટા ચૂંટણીનો જંગ: અમરાઇવાડી બેઠક પર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો
ગુજરાત (Gujarat)માં 6 બેઠકોની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની તારીખ જાહેર થઈ ગઈ છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી આગામી 21 ઓક્ટોબરે યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ દરેક મતવિસ્તારમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) કયા ઉમેદવારોને ટિકીટ ફાળવશે તેના પર સૌની નજર છે. જેમાં રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક હાલ બંને પક્ષો માટે મહત્વની ગણાઈ રહી છે. ત્યારે બીજી તરફ, અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કુલ 40થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.