ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ જોડાવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બની રહ્યું છે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ. 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના થઈ રહ્યું છે ત્યારે નવું બનનારું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમનો રેકોર્ડ તોડશે.