મુંબઈમાં CST પાસે ફૂટઓવર પુલ ધરાશાયી, 5 મોત, 34 ઘાયલ
મુંબઈમાં આજે મોડી સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સીએસટી સ્ટેશન પાસે એક ફૂટ ઓવર બ્રીજ તુટી પડ્યો હતો.
મુંબઈમાં આજે મોડી સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. CST પાસે ફૂટઓવર પુલ ધરાશાયી થઈ જતાં 5નાં મોત થયા હતા અને 34 લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી દ્વારા મૃતકોને 5-5 લાખ અને ઘાયલોને રૂ.50 હજારનું વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ તેમનો ઈલાજ મફતમાં કરવાની પણ જાહેરાત કરી હતી.