રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઇમનો દર વધતો જાય છે. ચાર દિવસમાં આ બીજો હત્યાનો કેસ નોંધાયો છે. રાજકોટના જવાહર રોડ પર યુવકની હત્યા કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં સાજીદ ભટ્ટી અને મુસ્તાક ભટ્ટી નામના બે શખ્સોની કરી ધરપકડ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું સામે છે.