રાજતિલક: રાજકોટના રાજવી નીકળ્યા નગરયાત્રા
રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે.