સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ
આજે વહેલી સવારે ટેન્ટ સિટીમાં આગ લાગ્યાની જાણ થતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. ગોડાઉનમાં આગ લાગવાથી બધો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે ટેન્ટ સિટીમાં આગ ફેલાઇ નહોતી. જેથી કોઇ જાનહાની સર્જાઇ ન હતી.
કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે ટેન્ટ સિટીમાં આગ લાગ્યાની જાણ થતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. ગોડાઉનમાં આગ લાગવાથી બધો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે ટેન્ટ સિટીમાં આગ ફેલાઇ નહોતી. જેથી કોઇ જાનહાની સર્જાઇ ન હતી.