નર્મદા: 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 30 સે.મીનો વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 23132 ક્યુસેક પાણીની આવક થઇ છે જેને લઇ હાલ સરદાર સરોવર ડેમની સપાટી 122.03 મીટર સુધી પહોંચી ગઇ છે. આ સાથે જ ડેમની જળ સપાટીમાં 30 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદામાં પાણીની આવક થતા જ ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાં 5162 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજી પણ CHPH ના બે ટર્બાઇન બંધ કરાયા માત્ર એક ટર્બાઇન ચાલુ છે.