અમદાવાદના નરોડામાં જન્માષ્ટમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.નરોડામાં આવેલા મંદિરમાં 20 વર્ષથી વૃંદાવનથી સિલ્કના વસ્ત્રો લાવવામાં આવ્યા છે અને મુરલીધરને અલગ અલગ પ્રકારની વાનગીઓનો છપ્પનભોગ પણ ધરાવવામાં આવે છે.અને સાથોસાથ અખંડ ધૂનનું આયોજન કરાય છે.ઉપરાંત એક બીજી થીમ પણ તૈયાર કરાય છે, જેમાં ભગવાન કૃષ્ણના હાથમાં એક થાળી હોય છે જેમાં તે પેહલા લોકોને દર્શન આપ છે, અને ત્યારબાદ તે અંદર જઈને ભક્તો માટે પ્રસાદ આપતા હોય છે.