ભૂજની સહજાનંદ ગર્લ્સ ઈન્ટસ્ટીટ્યૂટનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ તપાસ માટે ભૂજ પહોંચી છે. રાજ્ય મહિલા આયોગની ટીમની તપાસમાં ઘટના બની હોવાનો ખુલાસો થયો હતો. ઘટનાની તપાસ માટે ડીવાયએસપીના નેજા હેઠળ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેવા આરોપીઓની ધરપકડ થઈ શકે છે. જો કે ટ્રસ્ટીઓને ફરિયાદમાંથી બાકાત રાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ હવે નરમ વલણ અપનાવ્યું છે. જો કે પોલીસ અને મહિલા આયોગ સતત કાર્યવાહી કરી રહ્યું છે.