હરિસિદ્ધિ રાજપૂતોની કુળદેવી ગણાય છે.આમ તો ભૂતકાળમાં રાજપૂતોએ પોતાની પ્રજાની રક્ષા માટે તથા રાજ્યના દુશમન સાથે વેર લેવા તલવાર ઉઠાવી હોવાના ઘણા કિસ્સાઓ ઈતિહાસમાં મોજુદ છે.પણ રાજપીપળામાં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવી માં હરિસિદ્ધિ માતાvજીની અનોખી આરતી રૂપી આરાધના કરવા આસો સુદ છઠની નવરાત્રીએ તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે અદભુત તલવાર આરતી કરી હતી.