નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી હતી.