‘મેન મેડ જંગલ’ તો તમે સાંભળ્યું હશે, પરંતુ એક એવું જંગલ જેને ખાસ વાનર માટે બનાવવામાં આવ્યું છે. જેને નામ આપવામાં આવ્યું છે ‘વાનર વન’. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વતની અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જીતુ પટેલે ઉભું કર્યું છે આ વાનરવન.