CM રૂપાણી માટે 191 કરોડનું નવુ વિમાન ખરીદાયું, સર્જાયો વિવાદ
ગુજરાત સરકાર દ્વારા CM વિજય રૂપાણી (Vijay Rupani) માટે નવું વિમાન ખરીદવામાં આવ્યું છે. હાલ તેઓ જે વિમાનનો ઉપયોગ કરી રહ્યા હતા તે 20 વર્ષ જૂનુ હોવાથી મુખ્યમંત્રી માટે 191 કરોડના ખર્ચે ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ (Bombardier Challenger 650) નામનું નવુ વિમાન ખરીદવામાં આવ્યું છે. જોકે, નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં જરૂરી પ્રોસેસ પૂરી કર્યા બાદ વિમાનને ડિલિવર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ મુખ્યમંત્રી પાસે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન (Beechcraft Super King) છે.