નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે થઇ રહ્યાં છે નવા ખુલાસા, જુઓ ખાસ રિપોર્ટ
શહેરના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનવણી હાથ ધરવામાં આવી અને કોર્ટે પોલીસને બંને યુવતીઓને હાજર કરવા આદેશ કર્યો છે.હાઇકોર્ટે બંને યુવતી લોપમુદ્રા અને નિત્યન્દીતાને કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપવા આદેશ કર્યો છે. કોર્ટે બંને યુવતીઓએ કરેલા એફિડેવિટ અસંતુષ્ટ વ્યક્ત કર્યો છે. બંને બહેનો નિત્યનંદિતા અને લોપામુદ્રા જો જુબાની આપવા હાઇકોર્ટમાં આવશે ત્યારે તેમને સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.