સુરતના અઠવાલાઇન્સમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોજનો દર્શનાથે આવતા હોય છે. કેટલાક લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવે છે ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરી દર્શનાથે આવતા હોય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી અંબાજી મદિરના ટ્રસ્ટીઓએ નવો નિયમ અમલમાં મુક્યો છે. 12 વર્ષ કે તેથી મોટી ઉંમર ધરાવતી મહિલા ટૂંકા વસ્ત્રો પહેરીને મદિરમાં પ્રવેશ આપવા આવશે નહિ. તેમને ગેટ પાસે થી જ અટકાવી દેવામાં આવશે. આ અંગે મદિરના મુખ્ય ગેટ પર બેનરો મારી લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.