કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થા મુદ્દે સતત વિપક્ષનાં પ્રહારો વચ્ચે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, વિશ્વનાં અન્ય દેશો મંદીનો સામનો કરી રહ્યા છે. વિશ્વની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ સારી સ્થિતીમાં છે. નાણામંત્રીએ કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ ટ્રેડવોરના કારણે મંદીની સમસ્યા પેદા થઇ છે.