નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 13 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આરોપીઓના વકીલની કોર્ટમાં રજુઆત હતી કે, અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. લગાવાયેલા તમામ આરોપ ખોટા છે માટે બંન્નેના જામીન અરજી મંજૂર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, હેબિયર્સ કોપર્સની અરજી હાલ હાઇકોર્ટમાં પેન્ડિગ છે. હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસને નથી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી 13 ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે.