આજે યુનાઇટેડ નર્સિંસ ફોરમ સાથે સંકળાયેલા કર્મચારીઓ સવારે 11 થી 5 દરમિયાન પ્રતીક ઉપવાસ કરશે. લાંબા સમયથી વિવિધ 13 પડતર માગણીઓ પુરી કરવા પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. કામકાજને નુકસાન કર્યા વગર પોતાની માંગો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. નર્સિંગ સ્ટાફ તરફથી આપવામાં આવતી સેવાઓ રાબેતા મુજબ જ ચાલુ રહેશે.