રામ મંદિર મામલે ચાલી રહેલ કાયદાકીય લડતમાં હવે નવો ટર્ન આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા તારીખ પે તારીખના સિલસિલાને જોતાં મોદી સરકારે અંતિમ રામબાણ છોડ્યું છે કે જેનો ઉપાય વિરોધી છાવણી પાસે પણ નથી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે સરકારે એક નવો રસ્તો અપનાવ્યો છે. અયોધ્યા મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે. જેમાં મોદી સરકારે દાવો કર્યો છે કે, 1993માં અધિગ્રહિત 67 એકર જમીનને બિન વિવાદી બતાવતાં એને એના માલિકોને પરત કરવાની અપીલ કરવામાં આવી છે.