વડોદરા બગલા મુખી મંદિરના પાખંડી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મહિલાઓ સાથે ગરબા રાસ રમતો વીડિયો વાયરલ થયો છે. મહિલાઓના હાથે તાળીઓ મારી ગરબા રમી રહ્યો છે. અનેક મહિલાઓ ગરબા રમી રહી છે જે તમામના હાથે તાળીઓ મારી ગરબા રમતો વીડિયો સામે આવ્યો છે. સાધુ પ્રશાંત ઉપાધ્યાય સામે અનેક ફરિયાદો નોંધાતા લુક આઉટ નોટિસ પણ ફટકારવામાં આવી છે.