વડોદરાના પશ્ચિમ ઝોનમાં પાણીકાપને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 6ની ઓફીસ પર પહોંચી તાંદલજાના મહાબલીપુરમ સોસાયટીના લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી પાણીની સમસ્યા રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.