પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલ વચ્ચે મંગળવારે બપોરે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરી ભારત સરકારને સંદેશો આપતાં કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદથી પીડિત છે. આ નવું પાકિસ્તાન છે. નવો વિચાર છે. જે જે કંઇ પણ તપાસ કરાવવા ઇચ્છો છો એ અમને મંજૂર છે. અમને પુરાવા આપશો તો અમે કાર્યવાહી કરીશું