ઈમરાને PM મોદીના કર્યા વખાણ, કહ્યું ભાજપ ફરી સત્તા પર આવશે તો કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, જો ભારતમાં આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવે તો વધારે શાંતિ વાર્તા થવાની આશા છે. ઈમરાન ખાને એવું પણ કહ્યું છે કે, જો ભારતમાં આગામી સરકાર કોંગ્રેસની આગેવાનીમાં બનશે તો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં પીછે હટ થઈ શકે છે. વિદેશી પત્રકારો સાથે વાતચીતમાં ઈમરાન ખાને કહ્યું કે, જો ભાજપ સત્તામાં આવશે તો કાશ્મીર મુદ્દાનો કોઈ ઉકેલ આવી શકે છે. મોદીના શાસનમાં કાશ્મીર જ નહીં સંપૂર્ણ ભારતમાં મુસ્લિમ મોટા પાયે એકલતા અનુભવે છે.