પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતની તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના શેર માર્કેટમાં હાહાકાર મચ્યો છે. ભારતીય વાયુ સેના તરફથી મંગળવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહી બાદ કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)-100 ઈન્ડેક્સ 785.12 અંક ઘટીને 38,821.67ના સ્તર પર પહોંચી ગયું હતું. બુધવારે સવારથી જ કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો ચાલુ થયો હતો. બુધવારે બપોરે અંદાજે 12.30 કલાકે કેએસઈ-100 1135 અંક ઘટીને 37,686.60ના સ્તર પર વેપાર કરતું જોવા મળ્યું હતું.