પંચમહાલનો વાયરલ વીડિયો, યુવકે મહિલાના વાળ ખેંચી ઢોર માર માર્યો
પંચમહાલમાં મહિલા પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. એક યુવકે મહિલાને ઢોર માર માર્યો. કોઈ બાબતે માથાકૂટ થતા યુવકે મહિલાના વાળ ખેંચીને તેને માર માર્યો છે. જેમાં કેટલાક યુવકોએ તેનો સાથ પૂરાવ્યો, તો કેટલાક યુવકોએ મહિલાને છોડાવવા પ્રયાસ કર્યા હતા. મહિલાને પર અત્યાચારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં એક યુવક ઘટનાની વાત કરી રહ્યો છે. જેના કહેવા પ્રમાણે મહિલાને જે યુવક માર મારી રહ્યો છે તે નશામાં છે. મહિલાને માર મારવાની આ ઘટના હાલોલ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં બની હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોઁધાવવામાં નથી આવી.