બારડોલી તાલુકાના કિકવાડ ગામમાં દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ગામમાં દીપડો દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે. નાઈટ વિઝન કેમેરામાં આંટાફેરા કરતા દીપડાનાં દ્રશ્યો કેદ થયાં છે. ગઈ કાલે જ સુરત માંડવીના અરેઠમાં દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કરતાં ઘાયલ બાળકને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. ફરી એકવાર દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. માંડવીના અરેઠમાં 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. હવે બારડોલીના કિકવાડ ગામમાં દીપડો દેખાયો છે. મોરબીના માળિયામાં પણ આજે દેખાયો હતો ખૂંખાર દીપડો.