વાઢીયાર પંથકના ખારા પટ વિસ્તારમાં જ્યાં હંમેશા ખારું પાણી આવે છે ત્યાં મીઠા પાણીનું ઝરણું નીકળતા આજુબાજુના પંથકમાં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધાનો વિષય ઉભો થવા પામ્યો છે. ગ્રામજનો આ મીઠા પાણીના વધામણાં કરી પૂજા અર્ચના કરી આચમન કરી પોતાની તરસ છુપાવી રહ્યા છે. અને પ્રસાદી રૂપી પાણી ભરી લઇ જાય છે.