દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં(Southwest Arabian Sea) સોમાલિયા(Somalia) નજીક 'પવન'(Pavan) નામનું એક નવું વાવાઝોડું(Cyclonic System) સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. એટલે કે, પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં.